<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

અમેરિકી ટેરિફ લાગૂ થવાથી ભાવનગરના હીરાઉદ્યોગની સ્થિતિ કફોડી બની શકે

રત્નકલાકારોની નોકરીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને દિવાળી સુધીમાં ગુજરાતમાં મોટાભાગના કારખાનાઓ બંધ થવાની ભીતિ

અમેરિકી ટેરિફ લાગૂ થવાથી ભાવનગરના હીરાઉદ્યોગની સ્થિતિ કફોડી બની શકે છે. સ્થિતિ એટલી સ્ફોટક છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓ ધંધો છોડવા મજબૂર બન્યા છે. પહેલા યુક્રેન-રશિયા યુદ્ધને પગલે ધંધો મંદો થયો, તો હવે ટેરિફનો બોંબ ધંધામાં વિસ્ફોટ સર્જી શકે છે. ટેરિફના લીધે રત્નકલાકારોની નોકરીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને દિવાળી સુધીમાં ગુજરાતમાં મોટાભાગના કારખાનાઓ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.

(7:40 PM IST)