તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
અમદાવાદ એરપોર્ટ પરથી 4.8 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો : બે આરોપીઓની ધરપકડ
સીઆઇડી ક્રાઇમ નાર્કો સેલે બેંગકોકથી લવાયેલ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપ્યો : આરોપીઓએ બેગને એરટાઈટ કરીને તેની હેરાફેરી કરી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી CID ક્રાઈમ નાર્કો સેલે રૂપિયા 4.8 કરોડની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓ, નિતેશ્વરી રતનલાલ અને સાયમન પીટર વિલિયમની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ મુજબ, આ ડ્રગ્સ બેંગકોકથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓએ બેગને એરટાઈટ કરીને તેની હેરાફેરી કરી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ડ્રગ્સ દુબઈથી લાવવાની ડીલ કરવામાં આવી હતી. CID ક્રાઈમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ ડ્રગ્સની હેરાફેરી માટે એક અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. તેઓએ હાઇબ્રીડ ગાંજાને એરટાઈટ કરીને બેગમાં છુપાવ્યો હતો, જેથી તપાસ દરમિયાન તેની ગંધ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુનો ખ્યાલ ન આવે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ દુબઈથી લાવવા માટે ડીલ થઈ હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની દાણચોરીનું એક મોટું નેટવર્ક સક્રિય છે, જે ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે સક્રિય છે
CID ક્રાઈમે આ આરોપીઓની ધરપકડ બાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ લોકો કોના માટે કામ કરતા હતા અને આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું. આ ઘટના ગુજરાતમાં નશાનો કારોબાર વધવાનો સંકેત આપે છે
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
