<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રાજપીપળામાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજી ભક્તોએ ઉત્સાહ ઉમંગ સાથે શ્રીજીની સ્થાપના કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, શ્રીજી ભક્તોએ ઉત્સાહ ઉમંગ સાથે શ્રીજીની સ્થાપના કરી પુંજા અર્ચના કરી હતી
 ગણેશ ચતુર્થીના પાવન પર્વ હોય રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં દુંદાળા દેવ ગણપતિજીની ભક્તોએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે સ્થાપના કરી હતી. રાજપીપળામાં નાની મોટી મળી લગભગ ૧૦૦ જેવી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
દુંદાળા દેવ ગણપતિજી દસ દિવસ ના આતિથ્ય માણ્યા બાદ તેમનું કરજણ નદી ના કિનારે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે અને વિસર્જન વેળા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્ણ રીતે વિસર્જન થશે કેમ કે રાજપીપળામાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો હોય કોઈ અનિચ્છનીય બનાવ બનતો નથી છતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તૈનાત રહશે.

(10:19 PM IST)