<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં ધરખમ વધારો : સપાટી 135.35 મીટર પર પહોંચી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા ગુજરાતની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમ 135 મીટર પાર પહોંચ્યો હતો.
ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણીની આવક થતાહાલ નર્મદા ડેમ ની સપાટી 135.35 મીટર પર પહોંચી છે
સીઝન માં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર પહોંચ્યો છે ત્યારે ડેમ ના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે, ડેમ માં પાણી ની આવક વધતા હાલ નર્મદા નદી માં 48,202 ક્યુસેક પાણી ની છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં એક મીટરનો વધારો નોંધાયો છે નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે, હાલમાં નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.33 મીટર દૂર છે અને નર્મદા ડેમ 89 ટકા ભરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(10:24 PM IST)