<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ઓસ્ટ્રેલિયા ખાતે ભારતીય યુવાને ગણપતિ સ્થાપના કરી ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા નિવાસી અને વર્ષોથી ઓસ્ટ્રેલિયા ના પર્થ શહેર માં રહી પોતાનો મોટાપાયે ધંધો કરી વસવાટ કરતા વિહાર મોદી અને તેમના ધર્મપત્ની સપના મોદી સાથે દીકરો કબીર મોદીએ વિદેશી ધરતી પર આજે ગણેશ ચતુર્થી ના દિવસે પોતાના ઘર માં ગણપતિજી ની સ્થાપના કરી ભારતીય પરંપરા જાળવી રાખી હતી. એસ 400 એન્ટી મિસાઇલ સિસ્ટમ વાળા ગણપતિની પ્રતિમા મૂકી તેની પુંજા અર્ચના કરી હતી. આ પૂજન ભારતીય સેનાને અર્પણ કરાયેલ શ્રદ્ધાંજલિ (Tribute to Indian Army) રૂપે કરવામાં આવ્યું હતું.

(10:25 PM IST)