News of Wednesday, 27th August 2025
રાજપીપળા નગરપાલિકા પર આપનો કટાક્ષ: મુખ્ય માર્ગ પરના ખાડાને આમ આદમી પાર્ટીએ પુષ્પગુચ્છ અર્પણ કરી ખાડા પૂંજન કર્યું
માર્ગ બનાવવા માટે નગરપાલિકામા લાખોનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો આક્ષેપ

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળા નગરપાલિકા આમ આદમી પાર્ટીના અનોખા વિરોધ પ્રદર્શનથી ચર્ચામા આવી છે, રાજપીપળા નગરના માર્ગો બિસ્માર હાલતમા હોય લોકોને અવર જવર મા ભારે તકલીફ ભોગવવી પડે છે, ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓને લઈને પાણી ભરાઈ જતાં અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે રાજપીપળા નગરપાલિકાના શાસકો દ્વારા નગરના માર્ગો ઉપર ઢેફાં અને માટી નાખી ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા સોશિયલ મીડિયામાં નગરપાલિકા દ્વારા ખાડા પુરવા માટે કર્મચારીઓ જે કામ કરતા હતા તે વાયરલ થતાં સમાચાર પણ પ્રસિધ્ધ થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સજાગ થયા હતા અને નગરના માર્ગો ઉપર જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં ખાડાઓ ને ફૂલ અર્પણ કરી નારિયેળ વધેરી દેખાવો કરવાનો વિરોધ પ્રદર્શિત કરવાનો કટાક્ષ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નર્મદા જીલ્લા પ્રમુખ નિરંજન વસાવા પોતાના કાર્યકરો સાથે મેદાન માં ઉતર્યા હતા મીડિયા સાથે વાતચીત કરતા નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકા દ્વારા માર્ગો બનાવવા માં લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર થાય છે, વિકાસ ના બણગા ફૂંકવામાં આવે છે, વડાપ્રધાન જ્યાં જાય ત્યાં ના રસ્તા તરતજ બનતા હોય છે જ્યારે આમ જનતા ખાડાઓ વાળા રસ્તાઓ થી કંટાળી છે, સરકારી તંત્ર ભ્રષ્ટાચાર કરવામાં લાગ્યું હોવાનું અને નગરપાલિકા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
