તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
પાટણમાં ભગવતી સ્કૂલમાં આચાર્યએ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ
વિદ્યાર્થીઓના વાલીઓએ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરીઃઆ ઘટનાથી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે તણાવનું વાતાવરણ ઊભું થયું છે

પાટણ,તા.૨૭
પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આચાર્ય ચિરાગ પટેલ પર ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીઓના વાલીઓએ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. વાલીઓનો આરોપ છે કે આચાર્યએ વિદ્યાર્થીઓને શારીરિક સજા કરી છે, જે શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન છે. આ ઘટનાથી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે તણાવનું વાતાવરણ ઊભું થયું છે.
આરોપો સામે આચાર્ય ચિરાગ પટેલે પોતાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે માર મારવાનો આક્ષેપ પાયાવિહોણો છે. આચાર્યના જણાવ્યા મુજબ, કેટલાક વિદ્યાર્થીઓએ શાળાની મહિલા શિક્ષિકાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. આ ગેરવર્તનને કારણે તેમને માત્ર શિક્ષા આપવામાં આવી હતી, માર મારવામાં આવ્યો ન હતો. આચાર્યએ પોતાના કૃત્યને શિસ્ત જાળવવાના પગલાં તરીકે રજૂ કર્યું છે, પરંતુ વાલીઓ આ સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી.વાલીઓનું કહેવું છે કે ભલે વિદ્યાર્થીઓએ ગેરવર્તન કર્યું હોય, પરંતુ આચાર્ય તરીકે શારીરિક સજા કરવી કાયદાની વિરુદ્ધ છે.
તેમણે માંગ કરી છે કે શિક્ષણ વિભાગ આ મામલે તપાસ કરે અને દોષિત આચાર્ય સામે પગલાં લે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી સાથે આવું ન બને. આ ઘટનાએ શાળાઓમાં શિસ્તના નામે આપવામાં આવતી સજાઓ અને તેના કાયદાકીય પાસાઓ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે. શું શાળાઓમાં શિસ્ત જાળવવા માટે કોઈ અન્ય વિકલ્પો નથી? આ પ્રશ્ન વાલીઓ, શિક્ષકો અને શિક્ષણ વિભાગ માટે વિચારવા જેવો છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
