તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 27th August 2025
AMCના હેડ ક્લાર્ક પુલકીત સથવારા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ
AMCના હેડ ક્લાર્ક વિરુદ્ધ વધુ એક ફરિયાદઃગેરરિતી આચરી ૮ ઉમેદવારોને નોકરી અપાવી, કમીટીની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદ,તા.૨૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ ક્લાર્ક દ્વારા ઇજનેર વિભાગની પરીક્ષા ઉપરાંત વિવિધ વિભાગોની પરીક્ષામાં કૂલ આઠ જેટલા ઉમેદવારોના માર્ક્સ બદલી અને અમાન્ય હોવા છતાં પણ માન્ય ઠેરવી નોકરી આપી હતી.
જે મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કૌભાંડમાં કુલ છ ઉમેદવારોના માર્ક્સ બદલવામાં આવ્યા હતાં. જ્યારે બે ઉમેદવારો અમાન્ય હોવા છતાં પણ તેમને માન્યતા આપીને નોકરી અપાવી હતી. જે મામલે કારંજ પોલીસ દ્વારા વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના ક્લાર્ક પુલકિત સથવારા દ્વારા કેટલાક મહીના અગાઉ ઇજનેર વિભાગની ભરતીમાં ઉમેદવારોના માર્ક્સ વધારીને ગેરરીતિ કરી હતી. જેના આધારે ઉમેદવારોએ નોકરી પણ મેળવી લીધી હતી. જે કૌભાંડ સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં અલગ અલગ તબક્કે વિવિધ વિભાગોમાં કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા બાબતે તપાસ કરવા માટે એક કમીટીની રચના કરવામાં આવી હતી.
પુલકીત સથવારાએ પાંચ જેટલી વિવિધ ભરતી પ્રક્રિયા દરમિયાન ૬ ઉમેદવારો કે જેઓનો મેરીટમાં સમાવેશ ન હોવા છતા તેમને ઇરાદા પુર્વક ખોટી રીતે નોકરી અપાવવા આવી હતી. જે માટે તેઓના માર્ક્સમાં સુધારા કરીને તેમજ અન્ય બે ઉમેદવારોને વિષય નિષ્ણાંત દ્વારા અમાન્ય ઠરાવેલા હોવા છતાં તેઓને માન્ય ઠરાવી, ખોટા રીઝલ્ટ જેવા બનાવટી દસ્તાવેજ બનાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપલોડ કર્યા હતાં. હાલમાં આ સમગ્ર મામલે કારંજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૃ કરાવમાં આવી છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
