તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરીટ જાહેરઃ ૧૨૦.૫૦ માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ
ગત ૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા લેખિત પરીક્ષાના ગુણો બાદ રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી

અમદાવાદ,તા.૨૭
ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં આજે બુધવારે (૨૭ ઓગસ્ટ) પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ગત ૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા લેખિત પરીક્ષાના ગુણો બાદ રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.
જેમાં કુલ ૫૫૭ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી દરેકની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન ખુલ્યું કે, કેટલાક ઉમેદવારો દ્વારા OMR Sheet પર પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ થઈ હતી, જેના કારણે તેમના ગુણોની ગણતરીમાં વિલંબ અને વિસંગતતા સર્જાઈ હતી. આ ભૂલ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.
કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્ક્સ (દસ્તાવેજ ચકાસણી માટે)ઃ
- જનરલઃ પુરુષ – ૧૨૦.૫૦, મહિલા – ૮૯.૨૫ । કુલ ઉમેદવાર – ૧૦૩૩૩
- EWS: પુરુષ – ૯૪.૫૦, મહિલા – ૯૦ । કુલ – ૨૮૦૭
- SEBCઃ પુરુષ – ૧૦૪.૭૫, મહિલા – ૮૫.૨૫ । કુલ – ૫૭૩૭
- SCઃ પુરુષ – ૯૪.૭૫, મહિલા – ૮૦ । કુલ – ૩૮૦૧
- STઃ પુરુષ – ૮૨, મહિલા – ૬૦ । કુલ – ૧૬૮૨
જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટ-ઓફ ૧૨૦.૫૦ માર્ક્સ સુધી પહોંચી છે. OMR ભૂલના કેસો તંત્ર માટે ચેતવણીરૃપ છે કે, પરીક્ષા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને તકેદારી જરૃરી છે. દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોને આગામી તબક્કાની માહિતી અધિકૃત વેબસાઇટ અને સૂચનાઓ દ્વારા આપવામાં આવશે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
