<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ગઈકાલે ગુજરાતમાં અડધાથી લઈને ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો મહીસાગર, નર્મદા અને ભરૂચમાં સૌથી વધુ વરસાદ

 

(જયેશ ભટ્ટાસણા દ્વરા) ટંકારા તા. ર૮ :..  ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદની નોંધ થઈ છે. રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ૧૨ મિ.મી. અડધા ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મહીસાગર, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સૌથી વધુ ૬૬ મિ.મી. (૨.૬૦ ઇંચ) વરસાદ નોંધાયો છે, જે આજનો સૌથી ઉચ્‍ચ આંકડો છે. આ ઉપરાંત, ખાનપુરમાં ૨૯ મિ.મી. (૧.૧૪ ઇંચ), સંતરામપુરમાં ૨૮ મિ.મી. (૧.૧૦ ઇંચ) અને કડાણામાં ૧૮ મિ.મી. (૦.૭૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં ૫૧ મિ.મી. (૨.૦૧ ઇંચ) અને તિલકવાડામાં ૩૨ મિ.મી. (૧.૨૬ ઇંચ) વરસાદ નોંધાયો છે. ગરુડેશ્વરમાં ૨૩ મિ.મી. (૦.૯૧ ઇંચ) જ્‍યારે સાગબારા અને નંદોદમાં અનુક્રમે ૧૧ મિ.મી. અને ૧૦ મિ.મી. ભરૂચ જિલ્લાના ઝગડિયામાં ૩૭ મિ.મી. (૧.૪૬ ઇંચ) અને નેત્રંગમાં ૨૧ મિ.મી. (૦.૮૩ ઇંચ) અમદાવાદ જિલ્લામાં ધંધુકામાં ૩૫ મિ.મી. (૧.૩૮ ઇંચ) અને ધોળેરામાં ૧૮ મિ.મી. (૦.૭૧ ઇંચ) જ્‍યારે અમદાવાદ શહેરમાં માત્ર ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ) બનાસકાંઠાના અમીરગઢમાં ૩૪ મિ.મી. (૧.૩૪ ઇંચ) સુરતના ઉમરપાડામાં ૩૩ મિ.મી. (૧.૩૦ ઇંચ) જ્‍યારે સુરત શહેર અને કામરેજમાં ૧૨ મિ.મી. (૦.૪૭ ઇંચ) તાપીના વ્‍યારામાં ૩૧ મિ.મી. (૧.૨૨ ઇંચ) વડોદરાના સિનોરમાં ૨૯ મિ.મી. (૧.૧૪ ઇંચ) પંચમહાલ શેહેરામાં ૨૫ મિ.મી. (૦.૯૮ ઇંચ) અને મોરવા (હડફ)માં ૧૭ મિ.મી. (૦.૬૭ ઇંચ) વલસાડના કપરાડામાં ૨૪ મિ.મી. (૦.૯૪ ઇંચ) દાહોદના દેવગઢબારિયામાં ૨૦ મિ.મી. (૦.૭૯ ઇંચ) અને સિંગવડમાં ૧૬ મિ.મી. (૦.૬૩ ઇંચ) બોટાદના બરવાળામાં ૧૮ મિ.મી. (૦.૭૧ ઇંચ) અરવલ્લીના ભીલોડામાં ૧૭ મિ.મી. (૦.૬૭ ઇંચ)ડાંગ-આહવામાં ૧૪ મિ.મી. (૦.૫૫ ઇંચ) સાબરકાંઠાના ઈડરમાં ૧૪ મિ.મી. (૦.૫૫ ઇંચ) વરસાદ

(1:16 PM IST)