<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

નવરાત્રીમાં મેઘરાજા રમઝટ બોલાવશે: અંબાલાલ પટેલ દ્વારા ખેલૈયાઓની ચિંતા વધારતી આગાહી

અંબાલાલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર પછી ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે

અમદાવાદ : નવરાત્રીમાં મેઘરાજા રમઝટ બોલાવશે. અંબાલાલે ખેલૈયાઓની ચિંતા વધારતી આગાહી કરી છે. અંબાલાલનો દાવો છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. તેમજ 18થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે. જેના પગલે નવરાત્રીમાં વરસાદ વરસશે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. તો 23 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર પછી ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે

(1:49 PM IST)