News of Thursday, 28th August 2025
નડીઆદના પૂ.કનુદાદા પરિવાર દ્વારા રવિવારથી સેવા કેન્દ્ર : નવચંડી યજ્ઞ
ભાદરવી પૂનમે અંબાજી માતાજીના દર્શનાર્થે આવતા પદયાત્રિકો માટે ભંડારો ભાદરવી પૂનમે અંબાજી માતાજીના દર્શનાર્થે આવતા પદયાત્રિકો માટે ભંડારો :૪ સપ્ટેમ્બર સુધી સેવાકાર્યો ધમધમશેઃ સંતોના હસ્તે શુભારંભ થશેઃ અંબાજી સંસ્કૃત પાઠશાળા અને નડીઆદ બ્રહ્મર્ષિ સંસ્કાર કેન્દ્રના ઋષિકુમારો હાજર રહેશે

રાજકોટ તા.૨૮: નડીઆદના પૂ.કનુદાદા પરિવાર દ્વારા તા.૩૧ ઓગષ્ટથી તા.૪ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી અંબાજી માતાજીના દર્શને ભાદરવી પુનમ નિમિતે જતા પદયાત્રિકો માટે જગત જનની પદયાત્રા સેવા કેન્દ્રનું આયોજન ખેડબ્રહ્મા પછી ૬ કિ.મી. દુર, નવી મેત્રાલ, જી. સાબરકાંઠા ખાતે કરવામાં આવ્યું છે.
શ્રી ગણેશાય નમઃ...આદ્યશક્તિ શ્રી અંબાજી માતાની અસીમ કળપાથી શ્રી કનૈયાલાલ લાલજીભાઈ સોની તથા શ્રીમતી મિનાક્ષીબેન કનૈયાલાલ સોની પ્રેરિત ‘‘જગત જનની પદયાત્રા સેવા કેન્દ્ર'' દ્વારા ભાદરવી પૂનમે આવતા પદયાત્રીઓ માટેના ભંડારોનું દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે. હર્ષ અને ઉમંગની લાગણી સાથે જણાવતા આનંદ થાય છે કે, કનુદાદા પરીવારના સૌ સભ્યોના અથાગ પ્રયત્ન થકી ભંડારા માટે (કાયમી-ધોરણે) ખરીદેલ જગ્યા ઉપર અલૌકિક ‘નવચંડી યજ્ઞ' નું આયોજન કરેલ છે. આ નિમિતે અંબાજી સંસ્કળત પાઠશાળા તથા નડિયાદ બ્રહ્મ ર્ષી સંસ્કાર કેન્દ્ર ના રૂષીકુમારોની દિવ્ય હાજરી સાથે સંતવળન્દની વિશેષ ઉપસ્થિતિમાં આપ સૌ આ સેવાયજ્ઞમાં હાજર રહી અમૂલ્ય અવસરનો લાભ લેવા જરૂરથી પધારશો.
નવચંડી યજ્ઞનો તા. ૩૧-૦૮-૨૦૨૫, રવિવાર ભાદરવા સુદ-૮ના રોજ સવારે ૯ વાગ્યે પ્રારંભ થશે. શ્રીફળ હોમવાનો સમય તા. ૩૧-૦૮-૨૦૨૫, રવિવાર સાંજે ૪:૩૦ કલાકે છે. નવચંડી યજ્ઞ રાધીવાડ નવી મૈત્રાલ ગામ ભંડારાની જગ્યાથી અંબાજી જવાના માર્ગ ઉપર ૧ કિ.મી. દૂર રાખેલ છે.
ભંડારાનું દિપ પ્રાગટય તા. ૩૧-૦૮-૨૦૨૫ ને રવિવાર બપોરે ૧૨:૩૯ કલાકે ભંડારાની પૂર્ણાહુતિ તા. ૦૪-૦૯-૨૦૨૫, ગુરૂવાર ભાદરવા સુદ-૧૨ ના ભંડારાનું સ્થળ ખેડ બ્રહ્માથી ૬ કિ.મી. દૂર અંબાજી તરફ નવી મૈત્રાલ ગામે યોજાશે. દિપ પ્રાગટય પ.પૂ. મહંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ, ૫.પૂ. મહંત શ્રી સત્યદાસજી મહારાજ (સંતરામ મંદિર, નડીઆદ), પ.પૂ. મહંત શ્રી લલીતકિશોરશરણજી મહારાજ (શ્રી સોૈરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર, લીંબડી), પ.પૂ. મહંત શ્રી વિજયદાસજી મહારાજ (દંડીસ્વામી આશ્રમ, ડાકોર), માનસીબેન ડિપલકુમાર જરીવાલા, પ્રકળતિબેન સંદિપભાઈ વસાણી, શેઠ હસમુખભાઈ તારાચંદભાઈ, ઉદયભાઈ કનૈયાલાલ માંડલીયા (મુંબઇ)ના હસ્તે કરવામાં આવશે.
આ ધર્મોત્સવના શુભેચ્છક ડો. જયદિપભાઈ પટેલ (પુર્વ મહામંત્રી, VHP), સ્વ. પદ્મશ્રી ડો. ડાહ્યાભાઈ શાષાી (બ્રહ્મ ર્ષિ સંસ્કારધામ, નડીઆદ) છે.
સંતો-મહંતો-ભુદેવોને જોઇને પૂ. કનુદાદા નાચી ઉઠતા એજ તેમની જીવનયાત્રાનો પ્રાણવાયુ હતો
શરીર ઉપર ચારથી પાંચ સર્જરી હોવા છતા પોતાની પીડાની કોઇને ખબર પણ ના પડે તેવી રીતે સુવાસીત જીવન જીવી ગયા(૪.૧૦)
H ÚUæÏð ÚUæÏð H âðßæÏ×üÑ ÂÚU×»ãUÙô Øôç»Ùæ×ŒØ»ØÑ
જય અંબે...
ઉપનિષદના આ વાકયને સાર્થક કરવા માટે તારીખ : ૧૯/૦૯/૧૯૪૬ ભાદરવા વદ-૯ને ગુરુવારના રોજ ચરોતરના ડભોઉ ગામે સોની લક્ષ્મીબેન લાલજીભાઈ (રાણપરા) ના ઘર આંગણે કનૈયા સ્વરૂપ બાળક શ્રી કનૈયાલાલ આઠમાં સંતાન હતા. જેઓનું મૂળ વતન સૌરાષ્ટ્ર ક્ષેત્રનું માળીયા ગામ હતું.
ભક્તિભાવ વાળા પરિવારમાં જન્મેલા શ્રી કનૈયાલાલ નાની ઉંમરે પિતાની છત્ર-છાયા ગુમાવ્યા બાદ અભ્યાસ છોડી આમ જીવનને આધાર સમજીને ચરોતરના નટપુર ગામે (નડીઆદ) મુકામે મફતલાલ મિલમાં સામાન્ય કર્મચારી તરીકે નોકરી કરી સ્થાયી થયા હતાં. આ દરમિયાન કુટુંબના ધાર્મિક સંસ્કાર થકી સંતરામ મંદિર જતા-આવતાં સંતો મહંતોની નિશ્રામાં રહીને સેવા-ધર્મનું કાર્ય કરતાં તેઓને જ્યોતિષ વિદ્યા પ્રાપ્ત થઈ હતી.
ઈશ્વર કળપાથી મળેલ વિદ્યાના આધારે અનેક લોકોના વિકટ પ્રશ્નનું નિરાકરણ કરતાં સમાજમાં કનુકાકા તરીકે ઓળખાણ ઉભી કરી સમાજના લોકોને દાન-ધર્મ-સેવા-સર્મપણ તથા ભક્તિ માર્ગ તરફ આગળ વધવાનો પરીચય કરાવ્યો હતો.આ સેવા યજ્ઞમાં તેમના ધર્મ પત્નિ મીનાક્ષીબેનનો સાથ પ્રાપ્ત થતાં ઉમદા ઉદાહરણ એટલે જગત-જનની પદયાત્રા સેવા કેન્દ્ર.
માતાજીનું હૃદય બિરાજમાન છે એવી શક્તિપીઠ અંબાજી આવતા પદયાત્રીઓ માટે તેમના મિત્ર વર્તુળને સાથે રાખીને છેલ્લા ૨૫ વર્ષથી ગરમા-ગરમ ગાંઠીયાથી શરૂઆત કર્યા બાદ પદયાત્રીઓના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને શુદ્ધ અને સાત્વિક ભોજન વ્યવસ્થા તથા સારા ડોક્ટરની દેખરેખ હેઠળ મેડીકલ કેમ્પનું આયોજન કરતાં કનુકાકાનું અંબાજી મંદિર બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે નડીઆદમાં આવેલ પદ્મશ્રી પૂ. ડાહ્યાભાઈ શાષાીની સંસ્થા વાહહ્મર્ષી સંસ્કારધામમાં ટ્રસ્ટી તરીકે જોડાયા બાદ જ્ઞાતિજનો-બ્રાહ્મણો-સંતો તથા ગાયોની સેવા (મેડીકલ સેવા) અલગ-અલગ નાની મોટી સેવાકીય સંસ્થા હોય ત્યાં ખડે પગે ઉભા રહીને જીવનના અંતિમ પડાવમાં પપ્પાજી તથા કનુદાદા તરીકે ઓળખાયા હતા.
ધાર્મિક કાર્યક્રમોમાં સંતો-મહંતો કે ભૂદેવોને જોઈને નાચી ઊઠતા એજ એમની જીવનયાત્રાનો પ્રાણવાયુ હતો. આવા હૃદય સમ્રાટ એવા કનુદાદાના શરીર ઉપર નાની-મોટી ચારથી પાંચ સર્જરી હોવા છતાં પોતાની પીડા કોઈને ખબર પણ ના પડે તેવી રીતે સુવાસીત જીવન જીવી ગયા હતા. સંસારી હોવા છતાં સંત જીવનનું આચરણ રાખી સદાય જનસેવા એ પ્રભુસેવાના શબ્દને સાર્થક કરી. તા. ૨૦/૦૩/૨૦૨૫ના રોજ ૭૮ વર્ષની ઉંમરે પોતાની જીવનલીલા હસતાં મુખે કોઈની પણ સેવા લીધા વગર સંકેલી બ્રહ્મ લીન કનુદાદાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો.
આજે પણ લાગતા વળગતા લોકોને કોઈના કોઈ સ્વરૂપે સંકેત આપતા હોય છે કે હું હજું તમારી સાથે જ છું. ચિંતા કરશો નહિં.
એમના છેલ્લા શબ્દો એ હતાં કે મારામાં વિશ્વાસ રાખનાર મારા સેવાકાર્યને દિલથી આગળ વધારશે તો તેમના દિવ્ય આત્માને શાંતિ થશે. જે આપણે કરી રહ્યાં છીએ અને સદાય કરતાં રહીશું.
એમના સેવા-યજ્ઞની સુવાસ ચારેય દિશાઓમાં ફેલાય તેવો પ્રયત્ન કરી એમના દીવ્ય સપનાને સાર્થક કરવા આપણે તન-મન-ધનથી કટીબધ્ધ રહીશું તો માં જગદંબાને આનંદ થશે અને સમાજમાં ભાઈચારો વધશે.(
લી. કનુકાકા પરિવાર
અનેક દાતાઓનો સહયોગ
રાજકોટ તા. ર૮ :.. આદ્યશકિત શ્રી અંબાજી માતાજીની અસીમ કૃપાથી શ્રી કનૈયાલાલ લાલજીભાઇ સોની તથા શ્રીમતી મિનાક્ષીબેન કનૈયાલાલ સોની પ્રેરિત જગત જનની પદયાત્રા સેવા કેન્દ્રને અનેક દાતાઓનો સહયોગ મળ્યો છે.
જેમા દાતાઓ (૧) છગનભાઈ બેચરભાઈ પટેલ,(૨) ડો. સમીર ભૂપેન્દ્રભાઈ શાહ ગામ-ગોલ (U.S.A.) (U.S.A.) (૩) ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી દિલ્હી (૪) પ્રકળતિબેન સંદિપભાઈ વસાણી મુંબઈ(૫) મળદુલાબેન કીર્તીકુમાર જરીવાલા મુંબઈ (૬) સ્મિતાબેન કશ્યપભાઈ શાહ (C.A.)મુંબઈ (૭) હસમુખભાઈ તારાચંદભાઈ શેઠ મુંબઈ (૮) ગીતાબેન અનિલકુમાર પટેલ સૂરત (૯) સ્મિત રવિભાઈ જરીવાલા સૂરત(૧૦) ધનંજય કિરણભાઈ પટેલ (Canada)(૧૧) જય મનોજભાઈ પટેલ (Canada) (૧૨) અંજની હર્ષિલકુમાર પાટડીયા (Canada) (૧૩) કાર્તિક વિષ્ણુભાઈ પટેલ અમદાવાદ (૧૪) વનિતા પરાગ શાહ અમદાવાદ (૧૫) હંસાબેન રસિકલાલ પ્રજાપતિ અમદાવાદ અમદાવાદ (૧૬) ઉલ્કા અતુલ કપુર લીમડી (૧૭) મનસુખલાલ છગનલાલ રાણપરા વડોદરા (૧૮) સંદિપભાઈ સુખડીયા વડોદરા(૧૯) ચંદ્રિકાબેન સુભાષચંદ્ર કલગી દંતાલી (૨૦) રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ
વીશિષ્ટ સહયોગ (૧) પ્રવિણભાઈ હીરાભાઈ પટેલ મટોડા (૨) અરવિંદભાઈ ફલજીભાઈ પટેલ મટોડા (૩) પરસોત્તમભાઈ નારજીભાઈ પટેલ મટોડા (૪) નરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ મટોડા (૫) પરેશકુમાર નારજીભાઈ પટેલ ખેડબ્રહ્મા (૬) રામભાઈ રઘુભાઈ પટેલ ખેડબ્રહ્મા (૭) મેહુલ અરવિંદભાઈ પટેલ ખેડબ્રહ્મા (૮) જીગ્નેશભાઈ ચંદુભાઈ ભાવસાર (Adv.) ખેડબ્રહ્મા (૯) કલ્પેશભાઈ શામળભાઈ પટેલ ખેડબ્રહ્મા (૧૦) કનુભાઈ વિરસીંગભાઈ પટેલ (KV) ખેડબ્રહ્મા (Hotel Blue Moon) (૧૧) સંદિપભાઈ સુખડીયા પાદરાવાળા (૧૨) ગોવિંદભાઈ અગ્રવાલ (બબલુભાઈ) અંબાજીનો સહયોગ મળ્યો છે.
આપણાં પરિવારનો લાડકો અને મેડિકલ કેમ્પનો પ્રેરણાષાોત ગૌલોકવાસી ‘જય ના સૌને જય શ્રી કળષ્ણ - જય અંબે' તેમ અંતમાં જણાવ્યું છે. (૪.૧૦)
૪.૧૦)
સંપર્ક સુત્ર
રાજકોટ, તા., ર૮: જગત જનની પદયાત્રા સેવા કેન્દ્રની વધુ વિગત માટે બિન્દેશભાઇ (મો. ૭૦૧૬૭ ૩૦૯૭પ) રવિભાઇ (મો.૯૭૧ર૭ ૬પ૬૩૯) મનોજભાઇ (મો. ૯૮રપ૩ ૪૩પ૭૪) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
