હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફીકસ પગારના કર્મચારીઓને શોષણમાંથી મુકિત અપાવવા કોંગ્રેસ લડત કરશે
સુપ્રીમના ચુકાદાથી કર્મચારીઓમાં નવી આશાઃ મનીષ દોશી

રાજકોટ તા.૨૮: સુપ્રિમ કોર્ટનો સમાન કામ, સમાન વેતન અંગેનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, ભાજપ સરકાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો તાત્કાલિક અમલવારી કરે તેવી માંગ કરતાં ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત માટે નામદાર સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદામાં ગુજરાતના કરાર આધારિત સહાયક પ્રોફેસરો માટે સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતને સંપૂર્ણપણે બહાલી આપવામાં આવી છે.
ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારની નીતિ રાજ્યના યુવાનો અને યુવતીઓનું વર્ષોથી આર્થિક શોષણ કરવાની રહી છે.
છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સરકારના વિવિધ વિભાગો, મંત્રાલયો અને બોર્ડ-નિગમોમાં સાત લાખ કરતા વધારે કર્મચારીઓ કરાર આધારિત કામ કરીને આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાના કારણે આવા કર્મચારીઓ માટે પણ એક આશા ઊભી થઈ છે. લાંબી કાયદાકીય લડત લડ્યા બાદ આ ચુકાદાના કારણે પોલિટેકનિક અને સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં કાર્યરત ૨૧૦ જેટલા સહાયક પ્રાધ્યાપકોને સીધો ફાયદો થશે.
ભૂતકાળમાં ફિકસ પગારને ગેરબંધારણીય ઠરાવેલી ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ભૂતકાળમાં ફિક્સ પગારને ગેરબંધારણીય ઠરાવેલી. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો ગુજરાતના યુવાન-યુવતીઓને આર્થિક શોષણમાંથી મુક્તિ આપવા માટે ફિક્સ પગારની પ્રથા નાબુદ કરવાનો હતો, તેની સામે પણ ગુજરાતની ભાજપ સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઈ છે, જેમાં પણ તારીખ પર તારીખ પડી રહી છે, જેના કારણે ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓને હેરાનગતિ થઈ રહી છે. ગુજરાતમાં ભાજપની સરકારનું આર્થિક શોષણનું મોડલ છે અને ગુજરાતના યુવાન-યુવતીઓને સમાન કામ, સમાન વેતન અંગે ન્યાય નથી મળતો ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ તેની સામે લડત આપશે. તેમ મનીષ દોશી જણાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
