તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
તાપીના વ્યારા સહિત જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ
વ્યારાની શબરીધામ શાળા કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા: ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક

તાપીના વ્યારા સહિત જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ સામે આવ્યો છે વ્યારાની શબરીધામ શાળા કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા છે . શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે આ તરફ તાપીમાં વ્યારા ઉપરાંત વાલોડ, ડોલવણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે . ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે અને મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
