<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

સુરતના ઉમરપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: બે કલાકમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થયું

ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા :રસ્તા પર પાણી ફરી વળતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે..બપોરના 2 થી 4 વાગ્યા સુધીમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થયું છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે .

ભારે વરસાદ  મુશ્કેલીનું કારણ બન્યો છે. ઉમરપાડાના ઉંચવાણ ગામમાં નાળામાં પાણીનો પ્રવાહ લાકડા લઈને જઈ રહેલો યુવક મોપેડ સાથે પાણીમાં ખેંચાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલે પ્રચંડ હતો કે યુવક મોપેડ સાથે પાણીના પ્રવાહમાં ખેંચાઈ રહ્યો હતો. જોકે સદનસીબે ત્યાં હાજર લોકો મદદ માટે તરત જ દોડી હતા અને યુવકને પાણીના પ્રવાહમાં તણાતા બચાવી લીધો હતો

 


 

(9:59 PM IST)