તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 28th August 2025
પીએમ મોદીના માતૃશ્રી માટે અભદ્ર ભાષા અત્યંત નિંદનીય અને અસહ્ય : બિહાર અને દેશની જનતા માફ નહીં કરે , કઠોર જવાબ આપશે : ભુપેન્દ્રભાઈ પટેલ
આ માત્ર આદરણીય વડાપ્રધાનના સ્વર્ગીય માતાનું નહીં, પણ દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે. આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બિહારમાં થયેલ વાણીવિલાસને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કહ્યું હતું કે કોંગ્રેસ અને આરજેડી ના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પૂજ્ય માતાશ્રી અંગે જે અભદ્ર અને અનૈતિક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો, તે અત્યંત નિંદનીય અને અસહ્ય છે. આવી ભાષા દ્વારા કોંગ્રેસ અને આરજેડી એ રાજનૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પર કુઠારાઘાત કર્યો છે. આ માત્ર વડાપ્રધાનના સ્વર્ગીય માતાનું નહીં, પણ દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે. આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે, અને 140 કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે. બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે. ભારતની જનશક્તિ આ અવિવેકી કૂકૃત્યનો કઠોર જવાબ આપશે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
