<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

રાજપીપલા ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: જમ્મુ કાશ્મીરના બાયસરણ વેલી ખાતે ભારતીયો પર આતંકવાદી હુમલો થયો હતો.ત્યારબાદ ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળો પર ભારતે હુમલો કર્યો અને વળતો જવાબ આપ્યો હતો.આતંકવાદીઓના ઠીકાનાઓને નષ્ટ નાબૂદ કરી દીધા હતા.
    ગણેશ ચતુર્થી માં મંડળો દ્વારા અલગ અલગ થીમો પર ગણેશજીની પ્રતિમા મુકવામાં આવે છે.હાલ માં મોટી મૂર્તિઓની જાણે હોડ લાગી છે. રાજપીપલા શહેરના ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષ થી ભગવાન ગણેશજી ની પ્રતિમાની સ્થપના કરવામાં આવે છે.દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે.વર્ષ 2024 માં ગણેશજીની રાધા કૃષ્ણના સ્વરૂપમાં હીંચકા પર બેઠેલા ગણેશજી ઇ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.આ મૂર્તિએ રાજપીપલા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું.ત્યારે ચાલુ વર્ષે ઓપરેશન સિંદુર ની થીમ નું ડેકોરેશન કરવામાં આવ્યું છે.ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે.દસ દિવસ દરમિયાન ગણેશજીને નેવી અને વાયુ સેનાના રૂપમાં પણ બતાવવામાં આવશે સાથે સાથે બાળકો માટે પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી છે.ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઉભા છે અને બાળકો આ નાવડીમાં બેસશે જેથી બાળકો ઇ રક્ષા ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે.ઓપરેશન સિંદુરની થીમ બનાવીને રાજપીપલામાં આકર્ષણ જમાવ્યું છે.
આ મંડળ દ્વારા પ્રતિ વર્ષ ગણેશયાગ અને નવરાત્રી દરમિયાન નાના બાળકો માટે  અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્ર નવરાત્રી માં નવચંડી અને મહાશિવરાત્રી ની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે.

(10:59 PM IST)