<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ૫ દરવાજા ખોલી ૯૫ હજાર ક્યુસેક પાણી છોડાયું

મધ્યપ્રદેશના ૐકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પાણી રાત્રીના સરદાર સરોવરમાં આવતા દરવાજા ખુલ્લા મૂકાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સરદાર સરોવર નર્મદા બંધ છલોછલ ભરાઈ જતા હાલમાં ડેમ  ૯૨ % જેટલો ભરાઈ ગયો છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સામે હાલમાં ડેમની સપાટી 136.16 મીટર છે.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી બુધવારે સાંજે 1લાખ 52 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જે પાણી રાત્રીના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યુ જેનાથી નર્મદા બંધની જળસપાટીમાં વધારો થતા નર્મદા ડેમના ૫ દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક ૨,૧૦,૭૭૬ લાખ ક્યુસેક જેટલી છે.તેની સામે પાણીની જાવક હાલ ૯૫ હજાર ક્યુસેક છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને ડેમના ૫ દરવાજા ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી તેમજ રિવરબેડ પાવરહાઉસ મારફતે ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવાનના કારણે નદીમાં કુલ મહત્તમ ૯૫ હજાર ક્યુસેક પાણી વહેશે. નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ૨૭ ગામના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

(11:02 PM IST)