News of Thursday, 28th August 2025
દેડીયાપાડા શારદાદેવી સ્કુલની સામે રહેતી મહિલાએ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાની શારદાદેવી સ્કુલની સામે રહેતી મહિલાએ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું
મળતી માહિતી અનુસાર મરનાર ફુલાબેન રૂપસીંગભાઇ ખાતરીયાભાઇ વસાવે (ઉ.વ.૪૫ ) (હાલ રહે.દેડીયાપાડા શારદાદેવી સ્કુલની સામે તા.દેડીયાપાડા જી.નર્મદા મૂળ રહે.પાંડરામાટી જામ્બીપાણી ફળિયું તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓએ તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના સમયે કોઈક કારણોસર પોતના ઘરે ઝેરી દવા પી જતા જેઓને પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પીટલ ખાતે લઇ આવી દાખલ કરેલ જેઓને તા.૨૬/૦૮/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે ફરજ ઉપરના ડૉકટરે મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
