<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

રાજપીપળા વાત્સલ્ય સ્કૂલના કેમ્પસમાંથી વિધાર્થીની સાઇકલ ચોરી : સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળામાં આવેલી વાત્સલ્ય સ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા રુદ્ર સતીશભાઇ પટેલ (રહે. રાજેન્દ્રનગર સોસાયટી)  નિત્યક્રમ મુજબ શાળા માં અભ્યાસ કરવા ગયો ત્યાં કેમ્પસ માં પાર્ક કરેલી પોતાની સાઇકલ કોઈ અજાણ્યો વ્યક્તિ તારીખ 20 ઓગસ્ટે ચોરી કરી લઇ ગયા બાદ 21 ઓગસ્ટે રાજપીપળા પોલીસ ને આ બાબતે જાણ કરી ત્યારબાદ શાળા ના સીસીટીવી માં સાઇકલ ચોરી કરનાર વ્યક્તિ દેખાઈ આવે છે અને પોલીસે આ ચોર ને પકડવા ચક્રો ગતિમાન કરે છે. જોકે હજુ સુધી ચોર કે સાઈકલ મળી આવ્યા નથી પરંતુ ધોળે દિવસે કોલેજ ની બાજુમાં આવેલ વાત્સલ્ય સ્કૂલ માંથી આમ ચોરી થાય એ બાબત ગંભીર કહી શકાય. હાલ રાજપીપળા પોલીસ આ ચોર ને પકડવા મથામણ કરી રહી છે.


 

(11:13 PM IST)