<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

મોંઘવારીનું ગ્રહણ : ઓડમ્બિયા ગામે લોન ના હપ્તા બાકી હોય, ટેન્શનમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

આ કારમી મોંઘવારીમાં મધ્યમ વર્ગના લોકો લોનો લઈને પોતાની જરૂરિયાઓ પૂરી કરતા હોય હપ્તા નહીં ભરાતા આવું પગલું ભરે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઓડમ્બિયા ગામમાં રહેતા જયાબેન સુરેશભાઈ મંગાભાઈ જાતે વસાવા (ઉંમર વર્ષ ૩૭ ) (  રહે. ઓડમ્બિયા તાલુકો તિલકવાડા )નાઓ એ અગાઉ લોન લીધી હતી જે લોનના પૈસા ભરવાના બાકી હોય જેથી ભોગ બનનારને પૈસા કઇ રીતે ભરીશ તેવુ મનમા લાગી આવતા તેમના ઘરમાં મુકેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા જાતે પી લીધેલ ત્યારબાદ તેને ખાનગી વાહનમાં તિલકવાડા સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઈ આવેલ અને સારવાર માટે દાખલ કરેલ છે હાલમાં સારવાર ચાલુ છે. આ કારમી મોંઘવારીમાં મધ્યમ વર્ગના લોકો લોન લઈને પોતાની જરૂરિયાઓ પૂરી કરતા હોય પરંતુ આવક ઓછી હોય જેથી નિયમિત હપ્તા નહીં ભરાતા આવું પગલું ભરે છે.


 

(11:14 PM IST)