<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

નર્મદામાં સિકલસેલ લાભાર્થીઓને માસિક સહાયની રકમ સમયસર નહીં મળતા આરોગ્ય મંત્રીને રજૂઆત

નર્મદા આરોગ્ય સમિતિના ચેરમેન સ્મિતાબેન વસાવાએ દર્દીઓના હિત માટે આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં સિકલસેલના લાભાર્થીઓને માસિક સહાયની રકમ સમયસર નહીં મળતા આરોગ્ય સમિતિના ચેરમેનએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે

   રસ્મીતાબેન દિનેશભાઈ વસાવા, ચેરમેન, આરોગ્ય સમિતિ, જીલ્લા પંચાયત, નર્મદાનાઓએ રજૂઆતમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સિકલસેલનું અને ક્ષય રોગોનું પ્રમાણ વિશેષ છે. આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિના લોકોનું પ્રમાણ વધારે છે જેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે.આવા દર્દીઓને જરૂરી સારવાર અર્થે બીજી હોસ્પીટલમાં જવા માટે મુખ્યત્વે સરકારી સહાય ઉપર નિર્ભર રહેવું પડે છે, જે સહાય છેલ્લા પાંચ થી છ મહિનાથી સમયસર મળી રહી નથી. જેના કારણે આવા રોગો સામે યોગ્ય સમયે જે યોગ્ય સારવાર મળી રહેવી જોઇએ તે મળતી નથી.
   વધુમાં જણાવવાનું કે સરકાર દ્વારા આવા દર્દીઓને મળતી સહાયની રકમમાં વખતો-વખત વધારો કરવામાં આવ્યો છે તો આપને નમ્ર વિનંતી કે આવા દર્દીઓને યોગ્ય સહાય અને ન્યાય મળી રહે તે માટે આરોગ્ય વિભાગ ધ્વારા આવી રહેલી સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા અને આવા દર્દીઓને નિયમિત સહાય મળી રહે આ બાબતે ઘટતું કરવા આપને નમ્ર ભલામણ છે.

(11:21 PM IST)