તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
નાંદોદ તાલુકાના મોજી ગામની પ્રા. શાળાના શિક્ષકને અચાનક છાતીમાં દુખાવો થતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા મોજી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નોકરી કરતા વ્યક્તિનું અચાનક છાતીમાં દુખાવો થતા મોત નિપજ્યું હતું
મળતી વિગતો અનુસાર મરનાર શિક્ષક જયેશકુમાર ચંદુલાલ સોલંકી (આ.ઉ.વ.૪૫ )(રહે-વડીયા લોટસ સોસાયટી ઘર નં-૪૦ તા-નાંદોદ જી-નર્મદા) નાઓને તા-૨૭/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૦૬/૦૦ વાગ્યાના અરસામાં અચાનક છાતીમાં દુખાવો થતા શરીર ઠંડુ પડી જતા તેમને રાજપીપલા સિવિલ હોસ્પીટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના ડોકટરે જયેશભાઈ ચંદુલાલ સોલંકીને મૃત જાહેર કરતા મોજી પ્રાથમિક શાળા અને તેમના પરિવારમાં ગમગીની ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મરનાર જયેશભાઈ સોલંકી નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પણ હતા. માટે શિક્ષક સંઘમાં પણ આરામની અચાનક વિદાયથી ઘેરા શોકની લાગણી જોવા મળી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
