News of Friday, 29th August 2025
રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજયના 138 તાલુકામાં વરસાદ :સૌથી વધુ ઉમરપાડામાં 7.50 ઇંચ ખાબક્યો
સાબરકાંઠાના ઇડરમાં 5.59 ઇંચ વરસાદ, દહેગામમાં 3.82 ઇંચ વરસાદ, મેઘરજમાં 3.66 ઇંચ વરસાદ, કવાંટમાં 3.15 ઇંચ વરસાદ, દેવગઢબારિયામાં 2.95 ઇંચ વરસાદ

અમદાવાદ :ગુજરાતમાં 28 ઓગસ્ટના રોજ સવારના 06 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના ઇડરમાં 5.59 ઇંચ વરસાદ, ગાંધીનગરના દહેગામમાં 3.82 ઇંચ વરસાદ, અરવલ્લીના મેઘરજમાં 3.66 ઇંચ વરસાદ, છોટા ઉદેપુરના કવાંટમાં 3.15 ઇંચ વરસાદ, દાહોદના દેવગઢબારિયામાં 2.95 ઇંચ વરસાદ, છોટાઉદેપુરમાં જેતપુર પાવીમાં 2.91 ઇંચ વરસાદ,તાપીના વ્યારામાં 2.68 ઇંચ વરસાદ, અન્ય તાલુકાઓમાં અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં 28 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અન્ય 34 તાલુકામાં 1 ઇંચથી 8 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઇડરમાં 3.75 ઇંચ, મેઘરજમાં 3.66 ઇંચ વરસાદ, ક્વંટમાં 3.15 ઇંચ, દેવગઢબારિયામાં 2.95 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સવારના 06 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ, રાજ્યના 94 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ વરસાદ, છોટા ઉદેપુરના કવાંટમાં 3.15 ઇંચ વરસાદ, દાહોદના દેવગઢબારિયામાં 2.95 ઇંચ વરસાદ, છોટાઉદેપુરમાં જેતપુર પાવીમાં 2.91 ઇંચ વરસાદ, તાપીના વ્યારામાં 2.68 ઇંચ વરસાદ, સાબરકાંઠાના ઇડરમાં 2.56 ઇંચ વરસાદ, અન્ય તાલુકાઓમાં અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
28 ઓગસ્ટને ગુરૂવારના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંસૌથી વધુ ઉમરપાડામાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. કંવાટમાં 3.15 ઇંચ, દેવગઢબારિયામાં 2.95 ઇંચ વરસાદ વરસ્યો છે. જેતપુર-પાવીમાં 2.91 ઇંચ, વ્યારામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
