<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

છેલ્લા 24 કલાકમાં રાજયના 148 તાલુકામાં વરસાદ વરસ્યો : ઉમરપાડામાં સાડા સાત ઇંચ ખાબક્યો

અરબસાગરમાં કરંટ આવ્યો અને વરસાદી સિસ્ટમ બની: 46 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 148તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 46 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

 છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં 7.48 ઇંચ.ઇડરમાં 5.59 ઇંચ. મેઘરજમાં 4.45 ઇંચ.દેહગામમાં  3.82 ઇંચ,ક્વાંટમાં 3.15 ઇંચ,દેવગઢબારિયા – 2.99 ઇંચ,વ્યારા – 2.95 ઇંચ,જેતપુર પાવી – 2.91 ઇંચ,હિંમતનગર – 2.68 ઇંચ અને ઉચ્છલ – 2.52 ઇંચમાં વરસાદ નોંધાયો છે 

(11:34 AM IST)