તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ૭.૫ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાતમાં ૧ થી ૭.૫ ઇંચ ઉત્તર ગુજરાતમાં ૬ ઇંચ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ઝરમર થી ૩ ઇંચ વરસાદઃ કરછ કોરોધાકડ ઉકાઇ ડેમની જળસપાટી ૩૩૬ ફૂટ નજીક મધુવન ડેમના ૪ દરવાજા ખોલાયાઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરાપ નીકળતા ખેડૂતોમા ખુશીઃ આજે સવાર થી મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં હાજરી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભાદરવા માસના પ્રથમ અઠવાડીયા માં મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં મેઘાની ગેરહાજરીમાં વરાપ નીકળતા ખેડૂતો કામે લાગ્યા છે, કહેવાય છે કે હાલની આ વરાપ થી પાકને ફાયદો થશે.
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય ના ૨૬ જીલ્લાના ૧૪૮ તાલુકાઓમાં ૧ થી ૧૯૦ મીમી એટલે કે ૭.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત માં ૭.૫ ઇંચ સુધી નો, ઉત્તર ગુજરાત માં ૬ ઇંચ સુધીનો, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો કરછ કોરોધાકડ રહેવા પામ્યો છે.
ઉપરવાસના પાણીની આવકને પગલે ઉકાઇ ડેમ ની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૫.૮૧ ફૂટે પહોંચી છે ડેમમાં ૯૨૨૯૨ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૭૬૪૯૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના છેવાડા ના દમણગંગા નદીના મધુવન ડેમની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૫.૯૦ મીટરે પહોંચી છે ડેમમાં ૧૪૬૦૯ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ૧૨૫૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ૪ દરવાજા ૦.૬૦ મીટર ખોલવાની તંત્ર ને ફરજ પડી છે. ફલેટ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો ઉમરપાડા ૧૯૦ મીમી, ઇડર ૧૪૨ મિમી, મેઘરજ ૧૧૩ મીમી, દહેગામ ૯૭ મીમી, કવાંટ ૮૦ મીમી, દેવગઢબારિયા ૭૬ મીમી, વ્યારા ૭૫ મીમી, જેતપુર પાવી ૭૪ મીમી, હિંમતનગર ૬૮ મીમી, ધનસુરા ૬૩ મીમી, વડાલી ૫૮ મીમી, ગોધરા ૫૭ મીમી, સુબીર ૫૪ મીમી, વાલોડ ૫૩ મીમી, મોરવાહડફ, છોટાઉદેપુર, તલોદ અને ખેડબ્રહ્મા ૫૨ મીમી, નેત્રંગ અને પ્રાંતિજ ૫૧ મીમી, વરસાદ નોંધાયો છે.
જ્યારે ડેડીયાપાડા ૪૮ મીમી, શહેરા ૪૭ મીમી, વિજયનગર ૪૬ મીમી, માંડવી ૪૫ મીમી, ડોલવણ ૪૨ મીમી, નડિયાદ અને વાસો ૪૧ મીમી, આહવા અને ધરમપુર ૩૮ મીમી, બોડેલી અને મહેમદાવાદ ૩૬ મીમી, મોડાસા અને તારાપુર ૩૫ મીમી, વઘઇ ૩૩ મીમી, કડાણા ૩૨ મીમી, સોનગઢ અને ગરબડા ૩૧ મીમી, કઠલાલ અને સાવલી ૩૦ મીમી, વીરપુર ( મહીસાગર ) અને બાલાસિનોર ૨૯ મીમી, વાંસદા ૨૮ મીમી, ખેરગામ અને જલાલપોર ૨૭ મીમી, ડેસર ૨૬ મીમી, અમદાવાદ સીટી ૨૪ મીમી, ભિલોડા અને મહુવા ૨૩ મીમી, ઘોઘા અને માતર ૨૨ મીમી, માંગરોળ, ખેરાલુ, વડનગર અને દાહોદ ૨૦ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના ૯૩ તાલુકાઓમાં ૧ થી ૧૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજાની હાજરી દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે.(૪૦.૨૧)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
