તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
ભુરાવાવ વિસ્તારમાં સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર માટે અડચણો સર્જાઈ

પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો છે. ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. પોપટપુરા, છબનપુર, લીલેશરા, ગદુકપુર અને વાવડી ગામોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખુર્દ અને ભામૈયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ભુરાવાવ વિસ્તારમાં સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર માટે અડચણો સર્જાઈ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
