<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી :સુરત, તાપી, નવસારીમાં આજે ભારેથી અતિભારેનું રેડ એલર્ટ જાહેર

રાજ્યના દરિયાકાંઠે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું :રાજ્યમાં બે સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે દરિયામાં તોફાની સ્થિતિ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ :રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે ચેતવણી આપી છે. જયારે રાજ્યના અનેક શહેરમાં વરસાદની અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારીમાં આજે ભારેથી અતિભારેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં બે સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે દરિયામાં તોફાની સ્થિતિ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, આગામી 30 અને 31 ઓગસ્ટના ભારે વરસાદની શક્યતા છે. તારીખ 3થી 10 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારેની આગાહી છે. મહિસાગર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે.

 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 3થી 10 સપ્ટેમ્બર રાજ્યના અમુક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.  દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી, સુરત, મહીસાગર, વડોદરા અને ભરૂચમાં અતિભારે વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી છે. ઉત્તર-ગુજરાત સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી અને અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરનો પ્રારંભ પ્રથમ 10 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. ખેડૂતો માટે ચેતવણી 30-31 ઓગસ્ટ પછીનો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક હોઈ શકે છે.

(7:24 PM IST)