<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

સુરતના માંડવીમાં આવેલા ગોળધા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમ છલકાયો

આમલી ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી વેર નદીમાં છોડવામાં આવતાં ગોળધા ડેમમાં પણ પાણીની આવક

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ગોળધા ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતાં ડેમ છલકાયો છે, જેનાથી આદિવાસી વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં હાશકારો ફેલાયો છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉમરપાડા વિસ્તારમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ પાણી આમલી ડેમમાં આવે છે, જે હવે 115 મીટરની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે. આમલી ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી વેર નદીમાં છોડવામાં આવતાં ગોળધા ડેમમાં પણ પાણીની આવક શરૂ થતા તે છલકાયો છે.

 

(9:11 PM IST)