<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

છોટાઉદેપુર કલેક્ટરની કડક કાર્યવાહી, એક જ આદેશમાં 69 હથિયાર પરવાના રદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને કડક વહીવટી પગલું ભરી એક જ આદેશમાં 69 જેટલા હથિયાર પરવાના રદ કરી કાયદાના કડક અમલ નો નમૂનો દેખાડ્યો હતો.

     મળતી માહિતી મુજબ, જિલ્લામાં કુલ 192 હથિયાર પરવાનેદારો હતા. જેમાં અધિકારીઓના 20, બેન્કના 7 તથા રાજકીય પદાધિકારીઓના 5 પરવાના સામેલ હતા. કલેક્ટરે તાજેતરમાં સમગ્ર પરવાનેદારોની સમીક્ષા હાથ ધરી હતી. આ પ્રક્રિયામાં 155 પરવાનેદારોને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 135 હાજર રહ્યા હતા.
    સુનાવણી બાદ જાણવા મળ્યું કે અનેક હથિયાર પરવાના હાલના સમયમાં બિનજરૂરી છે. પરિણામે કલેક્ટરે 69 પરવાના રદ કરવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત બે પરવાનેદારોએ સુનાવણીમાં હાજર ન રહી પોતાનું પરવાનુ રદ કરવાનું પસંદ કર્યું હતું. જિલ્લામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં હથિયાર પરવાના રદ થવાનું આ પ્રથમ જ ઘટના ગણાય છે. કલેક્ટર ગાર્ગી જૈનની આ કાર્યવાહીથી તેમની દૃઢ નિર્ણયક્ષમતાનો પરિચય સમગ્ર જિલ્લામાં થયો છે.


 

(10:12 PM IST)