<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

પાંચપીપરી ગામથી રૂ.૩૮.૪૦૦ ના દારૂના કવાટરીયા નો પ્રોહી. મુદ્દામાલ પકડી પાડતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામથી પોલીસે બાતમીના આધારે છાપો મારી અંગ્રેજી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો છે.

    મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, નાઓએ આગામી ગણપતિના મહાઉત્સવને ધ્યાનમાં રાખી જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહીબીશન અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામા આવેલ જે અનુસંધાને વિરલ ચંદન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન તથા સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે નાઓએ ઉપરોક્ત સુચનાઓ તેમજ માર્ગદર્શન આપતા પ્રોહી. કેશો શોધી કાઢવા કડક કાર્યવાહી હાથ ધરવામા આવેલ તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, પાંચપીપરી ગામે રહેતો સુદામભાઇ રંજનભાઇ ઇન્દીશ એ પોતાના ઘરમાં ગે.કા. રીતે દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમી ના આધારે તેના ઘરમાં તપાસ કરતા પ્લા.ના ક્વાટરીયા નગ-૨૪૦ કી.રૂ.૩૮,૪૦૦/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે તેને પકડી પાડી, તેના વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


 

(10:19 PM IST)