<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

રાજ્યમાં ભારે વરસાદ ખાબકતા 169 માર્ગ બંધ : ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ કરાયા

ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થતાં અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બંધ કરવાની ફરજ પડી

અમદાવાદ : રાજયમાં વરસાદની આગાહી દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થતાં અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 

રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યાં છે.  ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યાં છે. હાલ પંચાયત હસ્તકના 160 માર્ગ બંધ છે. તો રાજ્ય સરકાર હસ્તકના ત્રણ અન્ય માર્ગ પણ બંધ છે. સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગ બંધ કરાયા છે.  પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગ બંધ બંધ છે.

(11:39 PM IST)