News of Saturday, 30th August 2025
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો : સુસાઇડ નોટના ચોથા પેજના અક્ષરો મેચ ન થયા
ચોથા પાનાંના અન્ય પેજ સાથે અક્ષર મેચ ન થયા. 3 પેજમાં અક્ષર અલગ અને ચોથા પેજમાં પણ અક્ષર અલગ જણાયા : FSL રિપોર્ટમાં મોટો ખુલાસો

અમિત ખૂંટ આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમિત ખૂંટની સુસાઇડ નોટનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
અમિત ખૂંટ આત્મહત્યા મામલે ચાર પાનાંની સુસાઈડ નોટ સામે આવી હતી. તેના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સુસાઈડ નોટનાં ચોથા પાનાંના અક્ષર મેચ થયા નથી. ચોથા પાનાંના અન્ય પેજ સાથે અક્ષર મેચ ન થયા. 3 પેજમાં અક્ષર અલગ અને ચોથા પેજમાં પણ અક્ષર અલગ જણાયા છે.
ઉલ્લેખનીય છે કે, ચોથા પાનાંમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના નામો લખેલા હતા. ચોથા પેજમાં લખાણ લખ્યું હતું કે, ‘હું અનુભાના દબાણથી ગળેફાંસો ખાવ છું, એક સગીર યુવતી અને રાજદીપના ત્રાસથી મરું છું.’ હાલ પોલીસે FSL રિપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો છે
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
