તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
રાજ્યના ૨૬ જીલ્લાના ૧૨૯ તાલુકાઓમાં ૬.૫ ઇંચ સુધીનો વરસાદઃ સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૯% જેટલો નોંધાયો
આજે સવારથી માત્ર બે કલાકમાં પંચમહાલના હાલોલમાં ૭ ઇંચ ભારે વરસાદને પગલે જળબંબાકારઃ કાવેરી નદી બે કાંઠે વહેતા તડકેશ્વર મહાદેવનું મંદિર ડૂબ્યું : ઉકાઇ ડેમ માંથી ૯૫૫૭૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છેઃ મધુવન ડેમ ના ૪ દરવાજા ખુલ્લા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવાની ઉતાવળમાં હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં હેત વરસાવી રહ્યા છે, જેને પગલે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્ય ના ૨૬ જીલ્લાના ૧૨૯ તાલુકાઓમાં ઝરમર થી ૬.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, આ સાથે રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૮.૪૬% નોંધાયો છે.
એમાં પણ મેઘરાજા આજે સવાર થી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં રીતસરના તૂટી પડ્યા હોય તેમ આજે સવારે ૬ વાગ્યા થી લઈને ૮ વાગ્યા સુધીમાં એટલે કે માત્ર બે કલાક માં ૭ ઇંચ જેટલો (૧૭૦ મીમી ) વરસાદ ખાબકતા ભારે નુકશાન થવા પામ્યું છે.
આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને ૩૩૫.૯૩ ફૂટે પહોંચી છે. ડેમમાં ૯૫,૫૭૫ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે એટલું જ એટલે કે ૯૫,૫૭૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો દમણગંગા ના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૯ કલાકે ૭૫.૯૫ મીટરે પહોંચી છે. ડેમ માં ૧૩૧૯૩ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૧૨,૫૬૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ના ૪ દરવાજા ૦.૬૦ મીટર હજુ ખુલ્લા છે, ચીખલી પંથક માંથી પસાર થતી કાવેરી નદી નું જળસ્તર વધતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણી માં ડૂબ્યું છે.
ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો ડોલવણ ૧૬૦ મીમી, શહેરા ૧૪૦ મીમી, વાલોડ ૧૦૦ મીમી, ઉમરપાડા ૮૧ મીમી, નડિયાદ અને ઉમરેઠ ૭૬ મીમી, તો ઉમરગામ ૭૫ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે માંડવી ૭૪ મીમી, બારડોલી ૫૯ મીમી, હિંમતનગર અને આણંદ ૫૮ મીમી, ઓલપાડ ૫૨ મીમી, ચીખલી ૪૭ મીમી, કામરેજ ૪૬ મીમી, ગણદેવી ૪૫ મીમી, મહુવા ૪૨ મીમી, દહેગામ અને ગોધરા ૪૦ મીમી, સોનગઢ અને ખેરગામ ૩૯ મીમી, વાસો ૩૮ મીમી, મહુધા ૩૬ મીમી, વાગરા ૩૪ મીમી, વિજયનગર અને વાંસદા ૩૩ મીમી, ગળતેશ્વર ૩૨ મીમી, ધરમપુર અને બાલાસિનોર ૩૧ મીમી ભરૂચ ૩૦ મીમી, ઇડર ૨૭ મીમી, અને અંકલેશ્વર ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૯૭ તાલુકા ઓ માં ઝરમર થી ૨૪ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
