News of Saturday, 30th August 2025
તાપીના સોનગઢ નજીક ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ : એક મહિલાનું મોત : બે મહિલાઓને બચાવી લેવાઈ
દોણ ગામે ગૌમુખ મંદિરે ફરવા આવેલી ત્રણ મહિલા પાણીમાં તણાઈ હતી

અમદાવાદ : રાજયમાં વરસાદી માહોલમાં તાપીના સોનગઢ નજીક ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ છે. જે પૈકી એક મહિલાનું મોત નિપજ્યુ છે જ્યારે બે મહિલાને બચાવી લેવાઈ છે. દોણ ગામે ગૌમુખ મંદિરે ફરવા આવેલી ત્રણ મહિલા પાણીમાં તણાઈ હતી. ધોધના કોતરમાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં મહિલાઓ તણાઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની હદમાં ઘટના બનતા નવાપુર પોલીસે નોંધ્યો ગુનો છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
