News of Saturday, 30th August 2025
છોટા ઉદેપુર જીલ્લાને જોડતો ડુંગરવાંટ પાસે ભારજ નદીના પુલ પર પડ્યું મોટુ ગાબડું: ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો
ડુંગરવાંટ પુલ પર મોટુ ગાબડું પડતા લોકોમાં દહેશત: અગાઉથી એક ગાબડું પડતા જેને થીંગડું માર્યું હતું.અને આજે બીજું ગાબડું પડતા રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું

છોટા ઉદેપુર જીલ્લામાં બે દિવસથી મેઘ મહેર ચાલી રહી છે.જેને લઇને નદી નાળા છલકાઈ ગયા છે ત્યારે કેટલીક જગ્યાએ કોઝવે તૂટી જવાની પણ ઘટનાઓ જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જીલ્લાને જોડતો મુખ્ય માર્ગ એવા ડુંગરવાંટ પાસે ભારજ નદી ના પુલ પર મોટુ ગાબડું પડ્યું છે. જેને લઇને લોકોને વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના તાજી થઇ ગઇ છે. લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહી છે.
ચોમાસાની શરૂઆતમાં જ જિલ્લાના 5 પુલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ડુંગરવાંટ ભારજ નદી પરના પુલ પરથી ટ્રાફિક ચાલી રહ્યો હતો. આજે સવારે ડુંગરવાંટ પુલ પર મોટુ ગાબડું પડતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે. અગાઉથી એક ગાબડું પડ્યું હતું, જેને થીંગડું માર્યું હતું.અને આજે બીજું ગાબડું પડતા રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો બ્રિજ બંધ ના કરવામાં આવે તો મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
કેટલાક સમયથી ડુંગરવાંટ પુલ પરથી ૨૦ ટન કરતા વધુ વજનના ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ હવે આ પુલ સદંતર બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
