તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Saturday, 30th August 2025
સુરતથી અમરેલી આવેલ વ્યક્તિ દ્વારા કરોડોની કમાણીની સ્ટોરી વર્ણવતા,લાલચમાં ફસાઇ મોટા માથાઓ ભયંકર ગુન્હાના આરોપી બનવા તૈયાર થયેલ
અમરેલીના પૂર્વ જીલ્લા પોલીસ વડા, ધારીના પૂર્વ ધારાસભ્ય, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ અને પોલીસે સ્ટાફ સહિત ૧૪ ને આજીવન કેસની સજા, હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવી અંદરની અદભૂત કથા આવી છે : ફરિયાદી કોઈ સંજોગોમા ફરિયાદ કરી શકે તેમ નથી, તેવું ટોચ પર બેઠેલ વ્યક્તિઓ પણ એ વ્યક્તિની વાત માનવાની ભૂલ કરી બેઠા, પણ ફરિયાદીએ બેધડક ફરિયાદ લખાવવા ગળહમંત્રી સુધી મક્કમતાથી પ્રયાસ કરતા આખો ખેલ ઉંધો પડી ગાયેલ : કેન્દ્રીય એજન્સીના એક અધિકારી સામે પણ શંકાની સોઈ, ચીંધાયેલ પરંતુ અપહરણ સહિતની જે તપાસ સીટ દ્વારા ચાલતી હતી તે પ્રકરણમાં કોઈ સંડોવણી હોવાના પુરાવા મળ્યા ન હતા : મોટા માથાઓ હોવાથી ફરિયાદીની ફરિયાદ લેવા ઘણા અચકાતા હતા, તત્કાલીન ગળહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને અરજી થતા તેઓએ તલસ્પર્શી તપાસ અને દૂધનું દૂધ પાણીનું પાણી કરવા માટે જાણીતા તત્કાલીન સીઆઈડી વડા આશિષ ભાટિયા જેવા નીડર ips પર પસંદગી ઉતારેલ : પુરાવાની મજબૂત સાંકળ ગૂંથવા સહિત મૂળ સુધી પહોંચવા આશિષમાં ભાટિયા દ્વારા IPS દીપાંકર ત્રિવેદી, સુજાતા મજમુદાર સાથે હાલ બોટાદ ફરજ બજાવતા અને તત્કાલિન CID dysp એ.એ. સૈયદ જેવા કાબિલ અધિકારીઓને જવાબદારી સુપ્રત કરેલ, જે સાર્થક સાબિત થયેલ છે

રાજકોટ, તા.૩૦: કોઈ હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવી કરોડોના બિટકોઇન પડાવી લેવા આખું કાવત્રુ એક પૂર્વ ધારાસભ્ય, એક ips, એક પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના લોકો દ્વારા ઘડવામાં આવ્યું હોવા સાથે, ગુજરાતમાં જેની શાખા છે તેવી એક કેન્દ્રીય એજન્સીના એક અધિકારી સામે પણ આરોપ હતા, પરંતુ કેન્દ્રીય અધિકારી અપહરણ પ્રકરણ વિગેરેની ચાલતી તપાસમાં સામેલ ન હોવાનું રાજ્યના તત્કાલીન CID વડા અને રાજ્ય પોલીસ તંત્રના જેતે સમયના કાર્યદક્ષ વડા આશિષ ભાટિયાયા, IPS દીપાકર ત્રિવેદી, સુજાતા મજમુદાર અને તત્કાલિ CID ક્રાઈમ વિભાગના dysp અને હાલ બોટાદ ખાતે ફરજ બજાવતા DYSP એ.એ સૈયદની બનેલી સીટમાં ખુલ્યુ હતું. આ તપાસ તત્કાલીન ગળહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ આવા પ્રકારના આરોપો સાથેની અરજી સંદર્ભે CID ને તપાસ સુપ્રત કરેલ.
આ ઘટના ૨૦૧૮ ની સાલની છે, આ ઘટનામાં શરૂઆતમાં તો ફરિયાદી દ્વારા ખૂબ પ્રયાસો કરવા છતાં કોઈ ફરિયાદ લેવા ધારાસભ્ય લેવલ, IPS લેવલ , ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ અને સ્ટાફ તથા ધારાશાષાી દરજ્જાના નામ હોવાથી લગભગ સારા શબ્દોમાં ઇનકાર થયેલ , આખરે ફરિયાદી દ્વારા તત્કાલીન ગળહ મંત્રી પ્રદિપ સિંહ જાડેજા સમક્ષ રજુઆત થયેલ. આરોપો ખૂબ સ્ફોટક અને પોલીસની શાખ ઉપર પ્રશ્ન ચિન્હ લગાડે તે પ્રકારના હોવાથી બનાવની ગંભીરતા સમજી અખ મામલાની તપાસ કાર્યદક્ષ, કલાકો સુધી ઠંડા કલેજે પૂછ પરછ કરી બનાવના મૂળ સુધી પોહચી શકવા સક્ષમ,અને સ્વચ્છ છબી ધરાવતા જે તે સમયના CID વડા આશિષ ભાટિયા પર પસંદગી ઉતારતા પુરાવાની મજબૂત સાંકળ ગૂંથવા સાથે આરોપ પ્રતિ આરોપ, સહિતની બાબતો કેન્દ્રમાં રાખી તપાસ શરૂ થયેલ, તપાસ દરમિયાન ઘણી ચોકવનારી બાબતો પ્રકાશમા આવવા સાથે, આંગડિયા મારફત મોટા માથાઓ દ્વારા મંગાવેલ રકમ, તે ડીલ પાછળથી કેન્સલ, ફરિયાદી વિરુદ્ધ આરોપ જેવા અનેક બાબતો પ્રકાશમા આવતા રાજકીય લેવલ, પોલીસ તંત્ર, બિલ્ડર લોબી, સહિત હાઈ લેવલે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાયેલ.
ઘણાને સવાલ એ થાય કે સુરતનો મામલો, અમરેલી પંથકના ધારીના ધારાસભ્ય, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફ, કાયદાના તજજ્ઞ જેવા ૧૪ થી વધુ મોટા માથાઓ આ પ્રકરણમાં ઝંપલાવવા કેવી રીતે ત્યાર થયા? આની પાછળ પણ એક રસપ્રદ કથા છે. અમરેલી સાથે સંકળાયેલ સુરતના એક ખૂબ જાણીતી વ્યક્તિ દ્વારા સુરતથી અમરેલી પોહચી, પૂર્વ ધારાસભ્ય, જીલ્લા પોલીસ વડા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ, પોલીસ સ્ટાફ, કાયદાના નિષ્ણાત સાથે એક બેઠક કરી.
બેઠકમાં એ વ્યક્તિએ એવું જણાવ્યું કે સુરતના બિલ્ડર દ્વારા પોતાના બિટકોન રોકાણ પરત મેળવવા જવાબદારોનું અપહરણ કરી કરોડો રૂપિયા લીધા છે. આપણે એ વ્યક્તિના બીટ કોઈન પડાવવા એ વ્યક્તિનું અપહરણ કરી ખંડણી માંગીએ તો ૩૦, ૪૦ કરોડ મળી જશે, કોઈ ફરિયાદ પણ નહીં થાય, આ પહેલા પણ કોઈ દ્વારા ૫ કરોડ આ વ્યક્તિ પાસે પડાવ્યા છે. આવી કરોડોની લાલચમાં મોટા માથાઓ આવ્યા, પરંતુ ફરિયાદી પોતાની સામેના આરોપમાં કોઈ તથ્ય ન હોય તેમ સાબિત કરવા માગતા હોય તેમા તેના અપહરણ કરી ફામૅ હાઉસમાંથી છુટકારા પછી પોલીસે તેના ૨૦૦ કરોડના બિટકોઇન ટ્રાન્સફર કરાવી લેવા સાથે ૩૨ કરોડ ખંડણી લીધી હોવાની ફરિયાદ થતા આખો ખેલ ઉલટો પડી ગયો અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, એસપી ips જગદીશ પટેલ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ સહિત પોલીસ સ્ટાફ સહિત ૧૪ આજીવન કેદની સજા પામ્યા, એક વકીલ સામે આરોપ પૂરવાર ન થયા.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
