<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

રાજ્યના 116 તાલુકામાં વરસાદ :મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી :હાલોલમાં પોણા 10 ઇંચ ખાબક્યો

ઉમરેઠમાં પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો: મહિસાગરના કડાણા અને સંતરામપુરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો :રાજ્યના 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ :ગુજરાત રાજ્યના 116 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી છે. રાજ્યમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં પોણા 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઇને હાલોલના હાલ બેહાલ થયા છે.

બીજીબાજુ આણંદના ઉમરેઠમાં પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે મહિસાગરના કડાણા અને સંતરામપુરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જણાવી દઈએ કે, હાલોલ (પંચમહાલ)માં સૌથી વધુ 9.84 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરેઠ (આણંદ)માં 4.72 ઇંચ, કડાણા (મહિસાગર)માં 4.09 ઇંચ, સંતરામપુર (મહિસાગર)માં 3.98 ઇંચ, બોરસદ (આણંદ)માં 3.07 ઇંચ, ઘોઘંબા (પંચમહાલ)માં 2.4 ઇંચ અને જાંબુઘોડા (પંચમહાલ)માં 2.01 ઇંચ વરસાદ પડ્યો છે

(6:34 PM IST)