News of Saturday, 30th August 2025
સુરત શહેરમાં ગણેશજીના વિસર્જનને લઈને પ્રશાસન ‘સજ્જ’ : વિસર્જન માટે 21 કૃત્રિમ ઓવારા અને 3 ઓવારા તૈયાર કરાયા
વિસર્જન દરમિયાન 14 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે અને ટ્રાફિક નિયંત્રણ માટે પણ 6 હજાર ટ્રાફિક જવાનો ફરજ પર રહેશે

સુરત શહેરમાં ગણેશજીના વિસર્જનને લઈને પ્રશાસન ‘સજ્જ’ થયું છે. વિસર્જન માટે 21 કૃત્રિમ ઓવારા અને 3 ઓવારા તૈયાર કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ગણપતિ વિસર્જન દરમિયાન વિસર્જન દરમિયાન 14 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે અને ટ્રાફિક નિયંત્રણ માટે પણ 6 હજાર ટ્રાફિક જવાનો ફરજ પર રહેશે. વધુમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 7 વજ્ર અને 1 વરુણ વાહન તહેનાત રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગડબડ ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
