News of Saturday, 30th August 2025
નડિયાદ પાસેની શેઢી નદીમાં પૂર : નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના
તંત્રએ તલાટી ક્રમમંત્રીને ગામ ન છોડવા માટે સૂચના આપી:શેઢી નદી બે કાંઠે વહેતા ગામમાં પાણી ફરી વળે તેવી પણ શક્યતા

અમદાવાદ : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડાના નડીયાદ પાસેથી પસાર થતી શેઢી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ કરી છે. તંત્રએ તલાટી ક્રમમંત્રીને ગામ ન છોડવા માટે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે શેઢી નદી બેકાંઠે વહેતા ગામમાં પાણી ફરી વળે તેવી પણ શક્યતા છે.
આ તરફ આણંદના ઉમરેઠમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. આણંદના ઉમરેઠમાં 4 ઈંચ વરસાદમાં ખાબકતા પાણી ફરી વળ્યા હતા. ડાકોર-નડિયાદ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. લાલ દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકીની સામનો કરવો પડ્યો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
