તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
નર્મદા ડેમના 15 દરવાજા 1.85 મીટર ખોલાયા : કાંઠા વિસ્તારના ગામના લોકોને કરાયા એલર્ટ
ડેમની સપાટી 136.74 મીટરે પહોંચી: ભારે વરસાદના પગલે નર્મદાડેમ 94 ટકા ભરાયો: છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો

અમદાવાદ : ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાનો સરદાર સરોવર ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 1 લાખ 67 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.
હાલમાં ડેમની સપાટી 136.74 મીટરે પહોંચી છે. ભારે વરસાદના પગલે નર્મદાડેમ 94 ટકા ભરાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 1.90 મીટર બાકી છે. જેના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નદીકિનારાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
