News of Saturday, 30th August 2025
આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની વકી
વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાઈ શકે :દરિયાકાંઠે LC-3 સિગ્નલ લાગુ:માછીમારોને દરિયો ન ખેડવા સૂચના: 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે

અમદાવાદ : આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યનાં દરિયાકાંઠે LC-3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કારણ કે, 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થયા નવી આગાહી આવી છે. સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે. આજે સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તો પંચમહાલ, અરાવલી, ખેડા, મહીસાગર, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
