<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

એકતાનગર રેલ્વે સ્ટેશન પર બિનવારસી મળેલ બાળક.

નાલાસોપારા મુંબઈ નાં બાળકનું ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળાનાં પ્રયાસોથી પરિવાર સાથે મિલન

( ભરત શાહ દ્વારા ) નર્મદા : એકતાનગર રેલ્વે સ્ટેશન પર એક ૧૧ વર્ષનો કિશોર બિનવારસી ફરી રહ્યો હતો. રેલ્વે પોલીસે તેની વાલી વારસ અંગે પૂછતાછ કરીને જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદાનો સંપર્ક કરી બાળકને તા. ૨૮/૦૮/૨૦૨૫ નાં રોજ બાળ કલ્યાણ સમિતિ નર્મદાનાં આદેશથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા ખાતે કાળજી અને રક્ષણ માટે સોંપેલ હતો.

   ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અધિક્ષક નિલેષ વસાવા એ જણાવ્યું કે પ્રથમ મુલાકાતે બાળક સાથે વાતચિત કરતા આ બાળકનો દિમાગ ખુબ જ તેજ જણાય આવેલ હોય બાળક બધી ફરતી વાતો કરતુ હતું. રેલ્વે પોલીસ એકતાનગર દ્વારા જણાવ્યા મુજબ તેમજ ચિલ્ડ્રન હોમના કાઉન્સેલર દ્વારા બાળકનું કાઉન્સેલીંગ કર્યું ત્યારબાદ ચિલ્ડ્રન હોમ દ્વારા વાલી સાથે સંપર્ક થયેલ જે મુજબ બાળક, ગોરેગાંવ પૂર્વ મુંબઇ ઉપનગર, મહારાષ્ટ્ર નો વતની છે તેમ જાણવા મળેલ. બાળકનાં કાઉન્સેલિંગ બાદનાં નિવેદન મુજબ તે ટ્યુશનમાં જતાં સમયે વિરાર રેલ્વે સ્ટેશનથી દાદરથી આવતી એકતાનગર જતી ટ્રેનમાં બેસી ગયો હતો અને એકતાનગર છેલ્લું સ્ટેશન હોય ત્યાં ઉતરી ગયો હતો.
   ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળાના માનદ મંત્રી અને અધિક્ષક તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદાના સંકલન અને પ્રયાસોથી ચેરમેન અને સભ્યોએ બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેમની રૂબરૂમાં તા. ૩૦/૦૮/૨૦૨૫નાં રોજ બાળકને તેના પરિવારને સુપ્રત કર્યું હતું.

(9:50 PM IST)