<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

કડાણા ડેમના 6 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા: મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ અપાયું

ડેમમાં 88,936 ક્યુસેક પાણીની આવક: 86,936 ક્યુસેક પાણી છોડાયું : ડેમની સપાટી 415.10 ફૂટ સુધી પહોંચી

મહીસાગર જિલ્લામાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમના 6 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 88,936 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 86,936 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમની સપાટી 415.10 ફૂટ સુધી પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડાણા વિસ્તારમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

 


 

(9:28 PM IST)