News of Saturday, 30th August 2025
કપરાડાના નારવડ ગામે ચાલુ વરસાદે અંતિમ ક્રિયા કરવા મજબુર બન્યા
ચાલુ વરસાદમાં પરિવારજનોએ પ્રસૂતાની અંતિમ યાત્રા કાઢી : મૃતકના સ્વજનો છત્રી અને રેઈનકોટ પહેરીને અંતિમયાત્રામાં જોડાયા

વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડાના નારવડ ગામે ચાલુ વરસાદે અંતિમ ક્રિયા કરવા મજબુર બન્યા છે. ગામમાં સ્મશાન ભૂમી ન હોવાથી અંતિમ વિધિમાં મુશ્કેલી આવી રહી છે. પ્લાસ્ટિક ઢાંકીને અંતિમ વિધિ કરવામાં આવી. વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે. ચાલુ વરસાદમાં પરિવારજનોએ પ્રસૂતાની અંતિમ યાત્રા કાઢી હતી. મૃતકના સ્વજનો છત્રી અને રેઈનકોટ પહેરીને અંતિમયાત્રામાં જોડાયા હતા. દર વર્ષે ચોમાસામાં જંગલ વિસ્તારમાં આ પ્રકારના દૃશ્યો સર્જાય છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
