News of Saturday, 30th August 2025
સરદાર સરોવર ડેમ ૯૪ ટકા ભરાયો : ૧૫ દરવાજા ખોલી ૨.૨૪ લાખ ક્યુસેક પાણી છોડાતાં અદભુત નજારો
૨૪ કલાકમાં 20 સેમીનો વધારો, ઓવરફ્લોથી ૧.૯૨ મીટર દૂર, ૨૭ ગામને એલર્ટ: મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમમાં ૧,૬૭,૧૧૩ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એની મહત્તમ સપાટીની ખુબજ નજીક પહોંચી ગયો છે. હાલમાં ડેમ 94% જેટલો ભરાયો છે અને એની જળસપાટીમાં છેલ્લા 24 ક્લાકમાં 20 સેમીનો વધારો નોંધાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે એના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો નજારો અદભુત છે. આ સ્થિતિને પગલે નદી કાંઠાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. ડેમ હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે.
નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમની સપાટી 136.76 મીટર પર પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 1.92 મીટર જ દૂર છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે ડેમના 15 દરવાજા 1.40 મીટર સુધી ખોલીને તેમજ RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 94% જેટલો ભરાઈ ગયો છે. આ સાથે નદીકાંઠાના ત્રણ જિલ્લાનાં 27 ગામને સાવધ રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યાં છે
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
