<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે તાલીમાર્થી બહેનોનો દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશની સ્થાપના

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભરુચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે તાલીમાર્થીઓ દ્વારા માટીના શ્રી ગણેશની આકર્ષક મુર્તિ બનાવી સ્થાપના કરવામાં આવી છે.

પ્રવર્તમાન સમયમાં પર્યાવરણની સાર સંભાળ થઈ શકે અને તેના વિશે લોકજાગૃતિ કેળવી શકાય તેવા હેતુથી સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે બહેનો દ્વારા માટીમાંથી શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ જાતે બનાવી તેની સ્થાપના કરવામાં આવી છે. સાથે મંડપના શણગાર માટે બહેનો પાસે રહેલ વસ્તુઓનો ઉપયોગ કરી કોઈપણ જાતના ખર્ચ વગર આકર્ષક શણગાર કરવામાં આવેલ છે. દરરોજ સવારે અને સાંજે પુજા, આરતી સાથે સામાજિક સંદેશ પણ આપવામાં આવતો હોય સ્વચ્છતા, નિયમિતતા, સામજિક મૂલ્યો, સમૂહ સફાઈ જેવા ગુણોનો વિકાસ થાય તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે


 

(9:53 PM IST)