<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ડેડીયાપાડા તાલુકાના શિયાલી ગામના 2 બાળકો કરજણ નદીના પાણીમાં તણાયા બાદ મૃતદેહ મળ્યા

શિયાલી ગામના બે બાળકો નદીના પાણીના પ્રવાહમાં તણાઈ બાદ એસડીઆરએગ ની ટીમે બંને ના મૃતદેહ શોધી કાઢ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના શિયાલી ગામના બે બાળકો નદીમાં તણાઈ ગયા હોય પંચાયતે આ મુદ્દે તંત્રના અધિકારીઓને લેખિત જાણ કરી હતી  એંસડીઆરીફની ટીમે ત્યાં શોધખોળ કરતા બંને બાળકો ના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં માતમ છવાયું હતું

મળતી વિગતો અનુસાર શિયાલી ગામના બે બાળકોમાં વસાવા સોમકુમાર બીપીનભાઇ(ઉ.વ.૧૩), વસાવા અક્ષયકુમાર દિનેશભાઈ (ઉ.વ.૧૨) નાઓ બપોરે શાળા માંથી છૂટ્યા બાદ ખેતરે જતા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા કરજણ નદીના પ્રવાહમાં તણાયા બંને બાળકો તણાઈ ગયા હતા, ગ્રામજનો દ્વારા બંને બાળકોને શોધવા અનેક પ્રયાસ કરાયા બીજી બાજુ તંત્ર ના અધિકારીઓ ને પણ જાણ કરી છતાં ત્યાં કોઈ અધિકારી કે તેમના પ્રતિનિધિ પહોંચ્યા ન હતા. મામલતદાર ને જાણ કરી તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે કાલે એન. ડી.આર.એફ ની ટીમ આવશે ત્યારબાદ ટીમ શોધખોળ કરશે. તારીખ. ૨૯.૮.૨૫ ની બપોરે લગભગ ૧૨ થી ૧ વાગ્યા ના આ બનાવ બન્યા બાદ તાત્કાલિક પંચાયતે ટીડીઓ અને મામલતદાર ને પત્ર લખી જાણ કરી હતી છતાં કોઈજ ફરક્યું ન હતું. ત્યારબાદ આજે બીજા દિવસે એંસડીઆરીફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જ્યાં બાળકો તણાયા હતા ત્યાંથી થોડેક દૂર થી જ બંને બાળકો ના મૃતદેહ એંસડીઆરીફ ની ટીમે શોધી કાઢી કિનારે લાવતા બંને બાળકો ના પરિવારજનો કલ્પાંત કરતા નજરે પડ્યા હતા. આમ પાણીના ધસમસતા પ્રવાહ માં શાળા માં અભ્યાસ કરતા બે બાળકો પાણીમાં તણાઈ જતા નાનકડા ગામ માં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે અને ગ્રામજનો તંત્ર ના અધિકારીઓ ની ઢીલી.કામગીરી થી રોષે ભરાયા હતા


 

(9:54 PM IST)