News of Saturday, 30th August 2025
ચંદનના લાકડા સાથે શંકાસ્પદ હાલતમાં બે મધ્યપ્રદેશના વિરપ્પનોને દબોચી લેતી તિલકવાડા પોલીસ
તિલકવાડા પોલીસે સ્થળ ઉપરથી ચંદનના ઝાડના કાપેલા ટુકડા, કુહાડી, લાકડા કાપવા માટેની આરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો રાત્રિ દરમિયાન દેવલિયા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક MP 13 ZN 5992 નંબરની ઇકો ગાડી શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઉભી રાખી પૂછપરછ કરતા બંને ઇસમોએ જણાવેલ કે પાવાગઢ મંદિર જવા માટે નીકળેલા છે અને રસ્તો ભૂલો પડી ગયા હતા તેમજ આગળ રસ્તામાં ચાર પેસેન્જરને ઉતારેલ તેમ જણાવતા પોલીસ સ્ટાફના માણસોને શંકા જતા પેસેન્જર ઉતારેલ જગ્યા બતાવવા માટે કહેતા બંને શખ્સોએ ગોલાતલાવડીથી જીરાલ ગામ તરફ જવાના રસ્તો બતાવેલ ત્યારે પોલીસે તપાસ કરતા તે જગ્યા ઉપર આરક્ષિત ચંદનના ઝાડના કાપેલા લાકડા મળી આવેલ ત્યારે તિલકવાડા પોલીસે સ્થળ ઉપરથી ચંદનના ઝાડના કાપેલા ટુકડા કુહાડી લાકડા કાપવા માટેની આરી સહિતનો મુદ્દામાલ કબજે કરી ચંદન ચોર વીરપ્પનો માં જીવનલાલ શાંતિલાલ ચમાર તથા નરસિંહ ગંગારામ બંજારાને શંકાસ્પદ રીતે ઝડપી પાડી તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરી છે.
ચાર વર્ષ પહેલાં પણ આજ ગામમાંથી ચંદનના લાકડા ની ચોરી થઇ હતી તો શું આમા કોઈ સ્થાનિક વેપારીઓ પણ સામેલ હશે..? એવી ભીતિ સેવાઇ રહી છે કારણકે ઊંડાણના ગામડાની માહિતી મધ્ય પ્રદેશના લોકોને ક્યાંથી મળી આ બાબત હાલ ગામમાં ચર્ચા માં છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
