News of Saturday, 30th August 2025
રાજપીપળામાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

( ભરત શાહ દ્વારા )નર્મદા : હાલમાં પર્યુષણ પર્વ હોય જૈન સમાજ દ્વારા દરરોજ નવા નવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા હતા જેમાં અંતિમ દિવસે જૈન સમાજના લોકો દ્વારા એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી આંખ વર્ષ દરમિયાન કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો તેમ માફી માંગી હતી, બહાર રહેતા લોકોને વોટ્સએપ પર મેસેજ દ્વારા પણ મિચ્છામી દુક્કડમ કહ્યું હતું.
રાજપીપળામાં જૈન દહેરાસર પર જૈન સમાજ દ્વારા દરરોજ અવનવા કાર્યક્રમો અને ધાર્મિક વિધિ કરી અંતિમ દિવસે વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લીધો હતો, કલ્પસૂત્રનો લાભ સુમતિ મહિલા મંડળની બહેનોએ લીધો,મહાવીર જયંતીના દિવસે પારણાનો લાભ સંઘના ઝવેરબેન અમૃતલાલ કૌરસી પરિવાર(વિશાલ એગ્રો વાળા) એ લીધો હતો. વરઘોડા ના દિવસે સ્વામી વાત્સલ (જમણવાર) કીર્તિકુમારી અમિતકુમાર જૈન (ઓસ્તવાલ) ના ૩૧ ઉપવાસ નિમિત્તે વિજયકુમાર પારસમલ જૈન (ડ્રીમ લાઇટ) વાળા એ લાભ લીધો હતો.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
